પાકિસ્તાનને સતત ચોથા દિવસે યુદ્ધવિરામનો ભંગ કર્યો, ભારતીય આર્મીનો વળતો જવાબ
પાકિસ્તાનને સતત ચોથા દિવસે યુદ્ધવિરામનો ભંગ કર્યો, ભારતીય આર્મીનો વળતો જવાબ
Blog Article
પહેલગામ ત્રાસવાદી હુમલા પછી તંગદિલે વચ્ચે પાકિસ્તાનને સોમવાર, 28 એપ્રિલે સતત ચોથા દિવસે અંકુશરેખા પર ફાયરિંગ કર્યું હતું અને યુદ્ધવિરામનું ઉલ્લંઘન ચાલુ રાખ્યું હતું. સોમાવારે પાકિસ્તાની સૈનિકોએ જમ્મુ-કાશ્મીરના પૂંછ અને કુપવાડા જિલ્લામાં કોઈ પણ ઉશ્કેરણી વિના ગોળીબાર શરૂ કર્યો હતો.
સંરક્ષણ પ્રવક્તાએ જણાવ્યું હતું કે ૨૭-૨૮ એપ્રિલની રાત્રે કુપવાડા અને પૂંછ જિલ્લાની નિયંત્રણ રેખા પર સીમા પારથી નાના હથિયારોથી ગોળીબાર થયો હતો. ભારતીય સૈનિકોએ ઝડપી અને અસરકારક વળતો જવાબ આપ્યો હતો. કોઈ જાનહાનિના અહેવાલ નથી.ગુરુવારે રાત્રે, તેમજ 25-26 એપ્રિલ અને 26-27 એપ્રિલની રાત્રે, પાકિસ્તાની સેનાએ નિયંત્રણ રેખા (LoC) પર વિવિધ ભારતીય સ્થળો પર ગોળીબાર કર્યો હતો અને દરેક વખતે યોગ્ય જવાબ અપાયો હતો.
પહેલગામ હુમલામાં સંડોવાયેલા આતંકવાદીઓનો સફાયો કરવાની ભારતની ચીમકી પછી પાકિસ્તાની સૈન્યને હાઇ એલર્ટ પર છે.
Report this page
પહેલગામ હુમલામાં સંડોવાયેલા આતંકવાદીઓનો સફાયો કરવાની ભારતની ચીમકી પછી પાકિસ્તાની સૈન્યને હાઇ એલર્ટ પર છે.